ચામુંડા

ચામુંડા

ચામુંડામાતા મંદિર,ચોટીલા
માતા ચામુંડા (સંસ્કૃત: चामुण्डा),હિંદુ ધર્મમાં માતાજી તરીકે પૂજાય છે. ચામુંડા ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત ચોસઠ જોગણીઓ કે એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. ચંડ અને મુંડ નામનાં રાક્ષસોને મારનાર દૈવી સ્વરૂપ એટલે ચંડી ચામુંડાનું છે.ગુજરાતમાં શ્રી ચંડી ચામુંડા માતાજીનું સ્થાનક ચોટીલામાં આવેલ છે.આ સ્થાનક અમદાવાદથી ૧૪૫ કિમી.ના અંતરે આવેલ છે. આ સ્થાનક સુથાર, મિસ્ત્રી, રાજપૂત, રબારી, લુહાર અને દરબાર જ્ઞાતિનાં કુળદેવી તરીકે પૂજાય છે.
માતા ચામુંડાને ક્યારેક પાર્વતી,ચંડી અને કાલીનું સ્વરૂપ પણ મનાય છે.માતા ચામુંડાનો નિવાસ મોટાભાગેતો વડનાં વૃક્ષમાં મનાય છે. હિંદુ ધર્મ ઉપરાંતજૈન ધર્મમાં પણ ચામુંડામાતાનું ઘણું મહત્વ મનાયું છે.ત્રિશુલ અને તલવાર એ ચામુંડાનાં આયુધો છે.
ચોટીલા ઉપરાત ભાવનઞર જીલલા ના મહુવા તાલુકા ના ઉચાકોટડા ઞામ ખાતે માતાજી નુ પસીઘ મદિર આવેલુ છે.સમગ ઞોહિલવાડ પથક અહિ માતાજીને નમે છે.માતાજી ચામુડાજી ઞોહિલ રાજપુત,રાજવશ ના કુળદેવિ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો